
*સુખસર પોલીસ દ્વારા ઇંગ્લિશ દારૂ- બિયરની બોટલ નંગ 469 તથા દારૂની હેરાફેરીમાં વપરાતી 2 મોટર સાયકલ કબજે કરી બુટલેગર સામે ગુનો દાખલ કરાયો*
( પ્રતિનિધિ ). સુખસર,તા.27
સુખસર પોલીસ સ્ટેશન સ્ટાફ સોમવારના રોજ સાંજના સમયે પેટ્રોલિંગમાં નીકળેલ.તેવા સમયે પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે હિન્દોલીયા ગામે પાણીના ટાંકાની પાસે આવેલ ઝાડી ઝાંખરામાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો આફવા ગામના મહેશભાઈ વીરસીંગભાઇ વળવાઈ ના ઓએ મંગાવી ટુ-વ્હીલર મોટર સાયકલ દ્વારા ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી વેચાણ કરતો હોવા બાબતે ચોક્કસ આધારભૂત બાતમી હકીકત મળતાં બાતમી હકીકતની જગ્યાએ પંચોને સાથે રાખી રેઇડ કરતા ઇંગ્લિશ દારૂનો જથ્થો તથા મોટર સાયકલો મૂકી બુટલેગર સ્થળ ઉપરથી ફરાર થઈ જવા પામ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના આફવા ગામના મહેશ વીરસીંગભાઇ વળવાઈના ઓએ હિન્દોલીયા ગામે પાણીના ટાંકા પાસે ઇંગ્લિશ દારૂનો જથ્થો પોતાની અંગત દેખરેખ હેઠળ ભારતીય પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો વેચાણ કરવા માટે પ્રોહિ પ્રતિબંધક એરિયામાં ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરતો હોવા બાબતે મળેલ બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ પંચોને હાજર રાખી સુખસર પોલીસે રેઇડ કરતાં બુટલેગર ઇંગલિશ દારૂની બોટલો તથા બે મોટર સાયકલો મૂકી સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો.જ્યારે ઇંગ્લિશ દારૂ તથા બિયર ની તપાસ કરતા પતરાની કિંગફિશર ટીન બિયરની બોટલ નંગ 192 કિંમત રૂપિયા 23040 તથા કંટીકલ્બ 180 મિલી ની બોટલ નંગ 90 ની કિંમત રૂપિયા 7830 તથા મેકડોવેલ્સ 180 મિલીની બોટલ નંગ 48 જેની કિંમત રૂપિયા 6960 તથા રોયલ સ્ટેજ ડીલક્ષ વિસ્કીની 180 મીલી બોટલ નંગ 79 કિંમત રૂપિયા 13,430 તથા ઓફિસર ચોઈસ ક્લાસિક વિસ્કી ની 180 મિલી ની બોટલ નંગ 48 ની કિંમત રૂપિયા 5280 તેમજ રોયલ સ્ટેજ ડીલક્ષ વિસ્કીને 750 મિલી ની બોટલ નંગ 12 કિંમત રૂપિયા 8280 કુલ બોટલ નંગ 469 નો 152.700 લીટર ની કુલ કિંમત રૂપિયા 64,820 તથા બે નંગ ટુ વ્હિલર મોટર સાયકલની કિંમત 75000 મળી કુલ કિંમત રૂપિયા 1,39,820 નો સુખસર પોલીસે મુદ્દા માલ કબજે કરેલ હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત બાબતે સુખસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અ.હે.કો. સંજયભાઈ રમણભાઈ નાઓએ ફરિયાદ આપતાં મહેશભાઈ વીરસીંગભાઇ વળવાઈ રહે.આફવા,તા.ફતેપુરાના ઓની વિરુદ્ધમાં પ્રોહિ એકટ કલમ 65-ઈ 98 (2)116(બી)મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
. અલપેશ વસુનિયા સુખસર
Post Visitors:415